26 November, 2011

If Everyone understands their Roles and Responsibilities then this world would be a great place to live....

This is a story in Gujarati but meaning and moral of the story is worth a lot and if everyone understands who they are and what their role is, then there will be no quarrel in the household and that house will be like a Temple/Mosque/Church....it starts something like this...love the people who are smaller then you and respect the plople who are older then you...you get the point....

એક   પરિવાર   છે ..   આ   પરિવારના   લોકો   વરચે   બહુ   ઓછા   મતભેદ   થાય   છે આ   પરિવારના   એક   વડીલને   કારણ   પૂછ્યું .   તેણે   સરસ  વાત   કરી .  
એ   વડીલે   કહ્યું   કે ,   અમારા   પરિવારમાં   દરેક   વ્યકિતને   બે   વાત   શીખવવામાં   આવે   છે .  
 
એક ,   નાના   હોય   તેને   પ્રેમ   કરવો .   બે ,   મોટા   હોય   તેનો   આદર   કરવો .  

ઘરની   દરેક   વ્યકિત   આ   વાત   સારી   રીતે   સમજે   છે   અને   એ   રીતે   જ   વર્તન   કરે   છે .
આ   બે   નિયમથી   બધા   લોકોની   અપેક્ષા   સંતોષાઈ   જાય   છે .  
એ   વડીલે   કહ્યું   કે   ઘર   હોય   કે   કામ ,   જો   દરેક   વ્યકિતનો   રોલ   ડિફાઇન   હોય   તો   પછી   વાંધો   ન   આવે .   મારે   શું   કરવાનું   છે ?   મારી   કેટલી   જવાબદારી   છે ?  

એટલું   જો   માણસ   સમજી   જાય   તો   તેને   વધુ   મુશ્કેલી   પડતી   નથી .  
 
તકલીફો   ત્યારે   જ   ઊભી   થાય   છે   જયારે   માણસ   બીજાના   કામમાં   ચંચુપાત   કરે   છે .  
આપણે   મોટા   ભાગે   બીજાના   કામ   ઉપર   નજર   રાખીએ   છીએ .  

ઐણે   આ   ખોટું   કર્યું .   આવું   કરીને   એણે   યોગ્ય   નથી   કર્યું .  
બહુ   ઓછા   લોકો   પોતાના   કામ   ઉપર   નજર   રાખે   છે .  
મેં   કર્યું   એ   બરોબર   છે ?   હું   જે   કરું   છું   એ   મને   શોભે   છે ?  
આ   જવાબો   જો   માણસ   મેળવી   શકે   તો   ઘણા   બધા   સવાલો   હલ   થઈ   જાય .  
 
આપણે   બીજાનો   ચોકી   પહેરો   કરીએ   છીએ   અને   આપણી   જાતને   રેઢી   મૂકી   દઈએ   છીએ .

કોઈ   કામ   નાનું   નથી .   કોઈ   કામ   મોટું   નથી .   સમજવા   જેવી   વાત   એક   જ   છે   કે   દરેક   કામ   મહાન   છે .   દરેક   કામનું   મહત્ત્વ   છે   અને   દરેક   કામ   જરૂરી   છે ..  
એક   બોલ્ટ   નીકળી   જાય   તો   આખું   મશીન   તૂટી   પડે .  
બોલ્ટ   દેખાવમાં   ભલે   સાવ   નાનો   રહ્યો   પણ   તેનું   કામ   બે   વસ્તુને   જોડી   રાખવાનું   છે ..  
આપણે   એ   બોલ્ટની   એટલે   કે   નાના   વ્યકિતની   કદર   કરીએ   છીએ ?  
તમારી   ઓફિસમાં   કે   દુકાનમાં   જે   વ્યકિત   નાનાં   મોટાં   કામ   કરે   છે.
એ   ન   હોય   તો   શું   થાય   તેનો   તમે   કોઈ   દિવસ   વિચાર   કર્યોછે ?   ઘર   હોય ,   નોકરી - ધંધો   હોય   કે   સમાજ   હોય ,   બે   વાત   યાદ   રાખવી   જોઈએ .  
એક   તો   દરેકના   કામનો   આદર   કરો   અને   બીજું   દરેકને   પોતાનું   કામ   કરવા   દો .
સાથો   સાથ   તમે   એ   જ   કરો   જે   તમારે   કરવાનું   છે ..  
અમદાવાદના   ભરતકુમાર   ભગતે   પોતાના   જીવનની   એક   વાત   સરસ
રીતે   લખીને   ઇ - મેલથી   મોકલી   છે .   આજથી   ૧૪   વર્ષ   પહેલાની   વાત   છે .  

ભરતભાઈનો   પુત્ર   રાજિત   બીમાર   પડયો .   ડોકટરે   નિદાન   કર્યું   કે   રાજિતને   મેનેન્જાઇટિસ   છે .  

બીમારીના   કારણે   રાજિતની   આંખો   નબળી   પડી   ગઈ   હતી .   એવો   ડર   હતો   કે   કદાચ   રાજિતની   આંખો   કાયમ   માટે   ચાલી   જશે .   ભરતભાઈ   અને   તેમનાં   પત્ની   જાગૃતિબહેન   સતત   ચિંતામાં   રહેતાં   હતાં .   રાજિતને   બતાવવા   ભરતભાઈ   દવાખાને   ગયા . ખાનગી   દવાખાનાના   વેઇટિંગ   લોન્જમાં   બેસી   ભરતભાઈ   પોતાનો   વારો   આવવાની   રાહ   જોતા   હતા . એવામાં   એક   અપંગ   અને   અણસમજુ   દેખાતો   બાળક   દવાખાનામાં   ઘૂસ્યો .  તેના   હાથમાં   અગરબત્તીનાં   પેકેટ્સ   હતાં .   તે   બધાને   પૂછવા   લાગ્યો   કે   અગરબત્તી   લેવી   છે ?   બાળકને   જોઈને   રિસેપ્શન   કાઉન્ટર   ઉપર   બેઠેલા   માણસે  રાડ   પાડી .   તું   પાછો   આવી   ગયો ?   ચાલ   બહાર   નીકળ . તને   ના   પાડી   છે   તો   પણ   ચાલ્યો   આવે   છે . બહુ   ખરાબ   રીતે   તેણે   બાળકને   તતડાવ્યો . ભરતભાઈએ   એ   બાળકને   પૂછ્યું ,   તને   આટલી   ખરાબ   રીતે   ખખડાવે   છે   તો   પણ   તું   શા   માટે   અહીં   આવે   છે ?   અણસમજુ   દેખાતા   એ   બાળકે   મોટી   વાત   કરી દીધી .  
બાળકે   કહ્યું   કે ,   હું   મારું   કામ   કરું   છું ...